સૈનિક શું કામ લડાઈ કરે છે ?

સૈનિક શું કામ લડાઈ કરે છે ? મોટા  ભાગ  ના  લોકો  કહેશે  કે  દેશ  માટે . એકદમ સાચો જવાબ, પણ  દેશ  શું  છે ? દેશ  માત્ર  જમીન  નો  એક  ટુકડો  નથી, દેશ  બનેલો  છે  જીવતા  જાગતા  માણસો  નો . એ  માણસો  એટલે  તમે  અને  હું . એટલે  જોઈએ  તો  સિપાહી  તમારા  અને  મારા  માટે  લડે  છે . તેને  કોઈ  ને  પરલોક  પહોંચાડવાની  મજા  નથી  આવતી , પણ  તે  પહોંચાડે  છે  જેથી  કરીને  તમે  અને  હું  સુરક્ષિત  રહીએ . તે  હાડકાં  ગાળી  નાખતી  ઠંડીમાં અને  શરીર  બાળી  નાખતી  ગરમી  માં  પણ  ખડે  પગે  રહે  છે  તો  માત્ર  એટલે  કે  તમે  ને  હું  આરામ  થી  રહી  શકીએ . ને  ઘણી  વખત  તે  આપણી  સુરક્ષાની કિંમત  પોતાના  જીવ  થી  પણ  ચૂકવે  છે . આ  બધું  કરવામાં  તેને  કંઈ  મજા  નથી  આવતી,પણ  છતાંય  તે  આ  કરે  છે  પોતાની  ફરજ  સમજીને . અને  આપણે   તેના  પ્રત્યે  શું  ફરજ  બજાવીએ છીએ ? પોતાની  જાત  ને  આ  પ્રશ્ન  પૂછો  ને  જુઓ  શું  જવાબ  મળે  છે? ઘણા  બધા  એમ  કહેશે  કે  આપણે  તેમને  સન્માન  આપીએ  છીએ . બહુ  સરસ . સન્માન  આપવું  તે  બહુ  જ   સારું  કહેવાય,પણ  શું  એ  પુરતું  છે ? શું  એ  વીરલો  ઘર  ખરીદવા  જાય  ત્યારે  સન્માન  થી  ખરીદે  છે ? તેના  ભૂલકાઓ  ના ભણતર  માટે  શું  સન્માનનો  થેલો  ભરી  ને  આપશે ? શું  તે  સિપાહી  વિકલાંગ  / રીટાયર થશે  ત્યારે  તેનો  જીવનનિર્વાહ  સન્માન  ચલાવી  આપશે ? આ  બધા  પ્રશ્નો  નો  જવાબ  ‘ના’ છે . અને  આ  એક  કડવી  હકીકત  છે . ખાસ  કરીને  ને  આપણા  બહાદુરો  માટે  કે  જેમણે  ઊંચા  પગારે  કોઈ  બહુ-રાષ્ટ્રીય  કંપની માં  જોડાવાની  અને  પૈસા  કમાવાની  બદલે  આવો  કપરો  વ્યવસાય  અપનાવ્યો  છે . એક  જવાન  પૈસા  માટે  ફૌજ  માં  નથી  જોડતો  એ  હકીકત  છે , પણ  બીજી  હકીકત  એ  પણ  છે  કે  જીવન  આરામપૂર્વક  જીવવા  માટે  પૈસા  બહુ  જરૂરી  છે . તે  પોતાની  ફરજ  અને  કર્તવ્યનિષ્ઠા  ને  વળગી  રહે  છે  તો  પછી  આપણે  કેમ  આપણી  ફરજ  ચુકી  જઇએ  છીએ ? શું  એ  આપડી  ફરજ  નથી  કે  જયારે  કોઈ  સિપાહી  ને  મદદ  ની  જરૂર  પડે  ત્યારે  આપણે  રાહ  જોયા  વગર  તન  મન  અને  ધન  થી  તેની  સહાયતા  કરીએ ? આપણે  ગુજરાતીઓ  વેપારી  હોવા  પર  બહુ  ગર્વ  કરીએ  છીએ ,અને  જગત  આખું  માને  છે  કે  ગુજરાતીઓ  વેપાર  જગત  માં  આગળ  પડતા  છીએ . આપણે   વ્યાપાર  વાણીજ્યમાં  એટલા  રચ્યા પચ્યા  રહીએ  છીએ  કે  આપણે ભૂલી  જઈએ છીએ  કે  ચુનંદા  રણબંકાઓ આપની  રક્ષા કાજે  લડી  રહયા  છે . આ  રણબંકાઓ – આપણા  ફૌજી  ભાઈઓ અને  બહેનો  –  કશા  પણ  સ્વાર્થ  વગર  માત્ર  આપણા  સુખ  અને  સુરક્ષા  ખાતર  દેશ ના  સીમાડાઓ  પર  રોજ  પહેરો  દઈ  રહયા  છે . આપણે  એટલું  તો  કરી  જ  શકીએ  કે  આપણી  સશસ્ત્ર  સેનાઓ  ને  મજબુત  બનાવા  યથાશક્તિ  પ્રયત્નો  કરીએ.

મારા દિલ  માં  ફૂંફાડા  મારતી   હૈયાવરાળ  ઠાલવવાનું  કારણ એક  ઘોષણા  છે  જેને  લીધે  મારા  દિલ  માં  “મિક્ષ્ડ  ફિલિંગ્સ” ઉત્પન  થઇ . એ  ઘોષણા  હતી  25 જાનુઆરી  2010 ના  રોજ  જાહેર  કરવામાં  આવેલી  બહાદુરી  પદક  વિજેતાઓ  ની  યાદી . એ  યાદી  માં  રહેલા  ઘણા  શૂરવીરો  ને  હું  અંગત  રીતે  ઓળખું  છું , પણ  એક  નામ  તરફ  મારું  ધ્યાન  વિશેષ  આકર્ષાયું. એ  નામ  હતું  ૧૧મી  જાટ  રેજીમેન્ટ   ના  મેજર   જગમાલ   સિંહ  વાઘેલા  નું . આપણા  અમદાવાદ  ના   આ  યુવા  અફસરે  ગયા  ડીસેમ્બર  મહીને  જ  પ્રભુતા  માં  પગલા  માંડ્યા  છે . બહુ  જ  બહાદુરીપૂર્વક  ત્રણ  ખૂંખાર  આતંકવાદિયો  માટે  યમદૂત  બનેલા  આ  “ગુજ્જુ  ભાઈ” ને  શૌર્ય  ચક્ર  એનાયત  કરવાનું  જાહેર  થયું  છે . તેમની  બહાદુરી  અને  સૂઝબૂઝ  નો  ખયાલ  એ  વાત  પર  થી  આવે  છે  કે  તેમના  કોઈ  સાથી  ને  નાની  ઈજા  પણ  નહોતી  થઇ.




સેના  માં  આમ  પણ  ગુજરાતીઓ  બહુ  ઓછા  છે  અને  તેમાં  પણ  બહાદુરી  પદક  વિજેતાઓ  તો  કદાચ  આંગળી  ના  વેઢે  ગણાય  તેટલા  જ  છે . પણ  વિડંબના  એ  છે  કે  આવા  વીરો  ને  આપણે  ચાના  મમરા  જેવા  પુરસ્કારો  આપી  ને  “ટૂંક” માં  જ  પતાવી  દઈએ  છીએ . ગુજરાત  સરકાર  દ્વારા  આપણા  જવાનો  ને  અપાતા  રોકડ  પુરસ્કાર  નીચે  મુજબ  છે :

બહાદુરી પદક

પરમવીર ચક્ર - રૂપિયા ૨૨,૫૦૦/- અને - રૂપિયા ૫૦૦/- નું વર્ષાસન ૩૦ વર્ષ સુધી

અશોક ચક્ર - રૂપિયા ૨૦,૦૦૦/-

સર્વોતમ યુદ્ધ સેવા મેડલ -  - રૂપિયા ૧૭,૦૦૦/-

મહાવીર ચક્ર - રૂપિયા - ૧૫,૦૦૦/-

કીર્તિ ચક્ર - રૂપિયા ૧૨,૦૦૦/-

ઉત્તમ યુદ્ધ સેવા મેડલ - રૂપિયા ૧૦,૦૦૦/-

વીર ચક્ર - રૂપિયા ૭,૦૦૦/-

શૌર્ય ચક્ર - રૂપિયા ૫,૦૦૦/-

યુદ્ધ સેવા મેડલ - રૂપિયા ૪,૦૦૦/-

સેના / નૌસેના / વાયુ સેના  મેડલ (બહાદુરી માટે) - રૂપિયા  ૩,૦૦૦/-

મેન્શન  ઇન ડીસ્પેચેસ - રૂપિયા ૨,૦૦૦/-

પ્રશંસનીય પદક (બહાદુરી સિવાય)

પરમ વિશિષ્ટ  સેવા મેડલ - રૂપિયા  ૧૫,૦૦૦/-

અતિ વિશિષ્ટ  સેવા મેડલ - રૂપિયા  ૭,૦૦૦/-

વિશિષ્ટ  સેવા મેડલ - રૂપિયા  ૩,૦૦૦/-

સેના / નૌસેના / વાયુ સેના મેડલ (પ્રશંસનીય કામગીરી માટે) - રૂપિયા  ૩,૦૦૦/-


હવે  આ  પુરસ્કાર  ની  તુલના  પંજાબ  સરકાર  દ્વારા  અપાતા  પુરસ્કાર  સાથે  કરીએ . “ભારત  ની  ઢાલ” ગણાતા  પંજાબ  માંથી  તો  લગભગ  દરેક  શેરી  માંથી  કોઈ  ને  કોઈ  તો  સેના  માં  હોઈ  છે . છતાં  પણ  પંજાબ સરકાર  “પંજાબી  મુંડા ” ને  નીચે  મુજબ  પુરસ્કાર  આપે  છે . સ્થળ  સંકોચ  ને  લીધે  બીજા  રાજ્યો  જેમ  કે  રાજસ્થાન , હરિયાણા , હિમાચલ  વગેરે ના  પુરસ્કારો  નો  સમાવેશ  નથી  થઇ  શક્યો,  પરંતુ  તેમના  પુરસ્કારો  પણ  આની  આજુ  બાજુ  જ  છે .


પંજાબ  સરકાર  દ્વારા  અપાતા  પુરસ્કાર - http://www.pbsainikwelfare.gov.in/html/post_independence_awards_annex.html


આપણે  ગુજરાત  સમૃદ્ધ  હોવાના  અને બીજા  રાજ્યો  ની  પ્રગતિ  ના  નમૂનારૂપ  રાજ્ય  હોવાના  બણગા  ફૂકીયે છીએ . શું  આપણા  માટે  અને  ગુજરાત  સરકાર  માટે  એ  શરમ  ની  વાત  નથી  કે  “ગરીબ” ગણાતા  હરિયાણા  અને  હિમાચલ  જેવા  રાજ્યો  પણ  તેમના  બહાદુરો  ને  આપણા  કરતા  સારી  રીતે  પુરસ્કૃત  કરે  છે ? તમારા  લોકો  ની  તો  ખબર  નહિ  પણ  મને તો  બહુ  જ  શરમ  આવે  છે . આપણા સિપાહીઓ  આપણી સુરક્ષા  માટે  જો  પોતાના  પ્રાણ  પણ  ત્યાગી  દેતા  હોય, તો  શું  તેમની  હાજરી /ગેરહાજરી  માં  તેમના  કુટુંબ  ની  જવાબદારી  લેવી  તે  આપણી  નૈતિક  ફરજ  નથી ? જો  આપણા  મુખ્ય  મંત્રી  શ્રી  નરેન્દ્ર  મોદી  મુંબઈ  દોડી  જઈ ને  સ્વ. હેમંત  કરકરે  ના  પરિવાર  માટે  રૂ. એક  કરોડ નો પુરસ્કાર   જાહેર  કરી  શકતા  હોય  તો  આપણા  ભાઈઓ  માટે  કેમ  નહિ ? આપણે  કોઈ  ની  રાહ  નથી  જોવી  કે  નથી  સરકાર  પર  દોષ  નો  ટોપલો  ઢોળાવો , પણ  આપણે  આપણા  અંતરાત્મા  ને  જગાડી  ને  આપણા  જવાનો  ની  મદદ  કરવી  છે . મદદ  કરવા  માટે  ફક્ત  પૈસા  ની  જ  જરૂર  નથી . તમે  તેમને  કઈ  શીખવી  ને , જ્ઞાન  વહેંચીને અને  બીજી  ઘણી  બધી  રીતે  મદદ  કરી  શકો  જેથી  કરીને  તેમનું  જીવન  થોડું  વધારે  સુખમય બને.


તો , શું  વિચારો  છો  ગુજ્જુભાઈ ? મદદ  કરશો  ને ?


Comments

  1. thats wht u have written is right...charity begin from home...

    we first need to change ourselves and our mentality for them... we should do at least something..

    ReplyDelete
  2. Hats off to your feelings for us, Jai Hind Brother

    ReplyDelete

Post a Comment